ઘોડા છુટ્યા પછી તબેલાનાં તાળા મારવા મોરબી તંત્ર દોડ્યુ, ગેમઝોન બંધ કરવાનાં આદેશ

- text


મોરબી: રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના અન્વયે મોરબી જિલ્લામાં કાર્યરત આવા ગેમ ઝોન બંધ કરવાની કાર્યવાહી કરવા મામલતદાર તથા ચીફ ઓફિસરઓને મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઘોડાઓ છુટી ગયા પછી તબેલાનાં તાળા મારવા સરકારી તંત્ર નીકળ્યુ હોય તેવો ઘાટ ઘડાયો છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગનો મૃત્યુઆંક 26 થયો છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. કેમ કે,

ગેમઝોનનો ઉપરના માળનો કાટમાળ ખસેડવાનો બાકી છે. બચાવ કામગિરી ચાલુ છે. ચારે તરફથી લોકોનો આક્રોષ જોવા મળી રહ્યો છે. આગમાં જીવ ગુમાવનારનાં પરિવારમાં આક્રંદ છે. કેમ કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સરકારે સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી ઘટનાઓમાં કોઇ બોધપાઠ લીધો નથી એ ફલિત થાય છે એમ લોકજીભે ચર્ચાય છે.

- text

આ દરમિયાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે,”

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં અત્યાર સુધી 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના અંગે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેઓએ કસૂરવાર સામે કડક પગલા લેવા પણ જણાવ્યું છે.

- text