ફાયર NOC વિના ચાલતા ગેમીંગ ઝોન સામે પગલાં ભરાશે: રાજકોટ મેયર

- text


રાજકોર : રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં આજે સાંજના સમયે લાગેલી વિકરાળ આગમાં 26 લોકોના મોત નિપજ્યા છે ત્યારે આ અંગે રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયાએ આ અંગે દુઃખ વ્યક્ત કરીને ફાયર NOC વિના ચાલતા ગેમીંગ ઝોન સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું છે.

મેયર નયનાબેન પેઢડીયાએ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના અંગે હું અત્યંત દુઃખની લાગણી અનુભવ છું અને રાજકોટ શહેરમાં ગંભીર ગણાય તેવી આ ઘટનાને હું વખોડી કાઢું છું. જ્યાં કોઈ પણ પ્રકારની ભૂલ કરનારા લોકો અને સંચાલકો જે ગંભીરતાથી આ ફાયર NOC વગર ગેમ ઝોન ચલાવી રહ્યા છે તેમની સામે પણ પગલાં ભરવા હું કમિશનરને રજૂઆત કરીશ અને આ મૃતક બાળકોને અને તેમના ઘરના સૌ સભ્યોને મારી દિલથી સાંત્વના પાઠવું છું. આ દુઃખદ ઘડીએ રાજકોટના પ્રથમ નાગરિક તરીકે આ ગંભીર ઘટનાની હું પણ ગંભીર નોંધ લઈ અને લાગતા વળગતા તમામ સામે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની ગંભીરતા લઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવું છું.

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 26 લોકોનાં મોત થયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને ઘોડા છૂટ્યા પછી તબેલાનાં તાળા મારવા નિકળ્યા હોય તેમ રાજ્યમાં આવેલા તમામ ગેમીંગ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ આપ્યા છે.

- text

રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી છે.

આ કાર્યવાહી મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગનો મૃત્યુઆંક 26 થયો છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. કેમ કે,

ગેમઝોનનો ઉપરના માળનો કાટમાળ ખસેડવાનો બાકી છે. બચાવ કામગિરી ચાલુ છે. ચારે તરફથી લોકોનો આક્રોષ જોવા મળી રહ્યો છે. આગમાં જીવ ગુમાવનારનાં પરિવારમાં આક્રંદ છે. કેમ કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સરકારે સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી ઘટનાઓમાં કોઇ બોધપાઠ લીધો નથી એ ફલિત થાય છે એમ લોકજીભે ચર્ચાય છે.

- text