મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ રહેશે

- text


મોરબી : સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી 5 દિવસ તાપમાન હજુ 42 ડીગ્રી જ રહેવાનું છે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા દ્વારા તારીખ 25 મે થી 29 મે સુધી મોરબી જિલ્લામાં હવામાનને લઈને આગાહી કરી છે. જે અનુસાર આવતીકાલે એટલે કે તારીખ 25 મે થી 29 મે સુધી મોરબી જિલ્લામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે રાત્રી દરમ્યાન લઘુતમ તાપમાન 26થી 27 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. જ્યારે પવનની ગતિ 29 થી 41 કિમી પ્રતિ કલાક રહેશે. આ દરમ્યાન ભેજનું પ્રમાણ મહત્તમ 75થી 76 અને લઘુતમ ભેજનું પ્રમાણ 18થી 32 ટકા રહેવાનું અનુમાન છે.

- text

આટલી કાળજી રાખવી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમ્યાન ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું. ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુશ પીવા. હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી. પશુઓને બપોરના સમયે વૃક્ષના છાયામાં અથવા શેડમાં રાખવા. દુધાળા પશુઓને ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રામણ વધારવું.

- text