મોરબીના ઘુંટુ વિસ્તારમાં કાલે શનિવારે વીજકાપ

- text


રોડ વાઈડનિંગની કામગીરીના કારણે સવારે 8થી સાંજના 5 સુધી વીજકાપ

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ કચેરી હેઠળ આવતીકાલે શનિવારે તા.25ના રોજ રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં નડતર રૂપ વીજ પોલ હટાવવાની કામગીરીને કારણે ઘુંટુ વિસ્તારમાં વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેર દ્વારા જણાવ્યા અનુસાર, આવતીકાલે લક્ષગેસ ઈન્ડ, સેકુરા ઈન્ડ તથા મધુવન ખેતીવાડી વિસ્તારમાં સવારે 8:00થી સાંજના 5:00 કલાક સુધી તેમજ સિમોન ઈન્ડ વિસ્તારમાં બપોરે 3:00થી સાંજના 5:00 સુધી વિજકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text

- text