પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને પકડી વેપારીને છોડાવ્યો

- text


વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી : રૂ.૫૩ હજાર ઉછીના લીધેલા હોય ઉઘરાણી માટે વેપારીનું કર્યું હતું અપહરણ

વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી અપહ્યત વેપારીને સહી સલામત છોડાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે તા.૨૩ના રોજ ફરીયાદી ગીરીશભાઇ મહેશભાઇ ઉર્ફે મેગરાજભાઈ મોહેનાની રહે. મકનસર ગાયત્રી સ્કુલ સામે તા.જી.મોરબી મુળ રહે. નાની વાવડી સીધી સોસાયટી તા.જી.મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે, પોતે ગઈ કાલ સાંજના આશરે પાંચથી છ વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી પાસે હતા. ત્યારે રણજીતભાઇ સોમાભાઇ દુમાદીયા રહે. નવા કુવા તા.વાંકાનેર વાળા પાસેથી પોતે અગાઉ હાથ ઉછીના રૂપીયા-૫૩,૦૦૦/- લીધેલ હોય જેમાંથી રૂપીયા-૮,૦૦૦/- પરત આપી દીધેલ અને બાકીના રૂપીયા પરત નહી આપતા આરોપી રણજીતભાઇ સોમાભાઇ, નિલેશ સોમાભાઇ, જયસુખભાઇ મનસુખભાઇએ ફરીયાદીનું અપહરણ કરી કાળા કલરની ફોરવ્હીલ કારમાં લઈ જઈ લાકડીથી માર મારી રૂપીયા-૧૫૦૦/- બળજબરીથી કઢાવી લીધા હતા. અને જો પૈસા ન આપે તો તેઓને જવા દેવામાં નહિ આવે તેમ કહી ગોંધી રાખેલ હતા.

- text

જ્યાંથી પોલીસને તેઓએ જાણ કરતા પોલીસે તેઓને શોધી અપહરણકારો પાસેથી છોડાવીને ત્રણેય અપહરણકારોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, PSI એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, વી.એન. પરમાર, એલ.એ.ભરગા પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી/પેરોલફલોં તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે ના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text