મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે સેમિનાર યોજાશે

- text


મોરબી : દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે આ મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સૌ સાથે જોડાઈને નવી પેઢી માટે સ્વચ્છ અને સુંદર જીવનશૈલી અપનાવા તથા પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં લોકોમાં જાગૃતતા માટે તારીખ 1-6-2024 થી 5-6-2024 દરમ્યાન સૌ પ્રથમ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ સેમિનાર ઓપ્શન ઓફ લાઈફનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ રીજોય અસ દ્વારા આયોજિત આ સેમીનારમાં ભાગ લેવા માટે તારીખ 25-5-2024 સુધીમાં મો.નં. 63554 58764 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આપણાં અસ્તિત્વનું મૂળભૂત કારણ એટલે “પૃથ્વી – આપણી જનેતા’ છે. ત્યારે આ વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઝુંબેશ “આપણી જમીન, આપણું ભવિષ્ય” ના સૂત્ર હેઠળ ઉજવણી કરવામાં આવશે જેનો મુખ્ય હેતુ જમીન પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

- text

- text