મોરબીમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવા કેન્દ્ર સરકારને રજુઆત

- text


મોરબી : મોરબીમાં પાસપોર્ટ કેન્દ્ર ન હોવાને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. અને પાસપોર્ટ માટે અન્ય સ્થળે ધક્કા ખાવા પડતા હોવાથી સીનીયર સિટીઝન સામાજિક કાર્યકર્તા હસમુખભાઈ ગઢવી દ્વારા કેન્દ્ર સરકારને રજુઆત કરી મોરબીમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર શરૂ કરવા માંગ કરી છે.

કેન્દ્રને કરેલ રજુઆતમાં જણાવ્યા અનુસાર, કેન્દ્ર અને રાજ્યની સૌથી વધુ આવક મોરબીથી થતી હોય છે. તાજેત્તરમાં જ રાજ્ય સરકારે મોરબી નગરને મહાનગરપાલિકા આપવાનો પ્લાન બનાવ્યો છે. મોરબી જીલ્લો ઔદ્યોગિક અને ધાર્મિક યાત્રા સ્થળ તરીકે ઓળખાતું હોવાથી અહીં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર હોવું જરૂરી છે તથા અહીંના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વિદેશ પ્રવાસ કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક નગર તરીકે ઓળખ ધરાવતા મોરબીના નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મોરબીના સીરામીક, સેનીટેશન, હીરા, પેપરમીલ, પોલીપેક ઉદ્યોગ વૈશ્વિક સ્તર સુધી વ્યાપેલો છે. અને અહીંથી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ અવાર-નવાર વિદેશના પ્રવાસે જતા હોય છે.

- text

- text