મોરબીમાં શંકાસ્પદ શખ્સ મોબાઈલ વેચવા આવતા વેપારીએ પોલીસને જાણ કરી

- text


પોલીસને જાણ કરાયાની શંકા જતા શખ્સ મોબાઈલ મૂકી નાસી ગયો

મોરબી : મોરબીમાં મોબાઈલ શોપમાં એક શખ્સ આધાર પુરાવા વગર મોબાઈલ વેચવા આવતા આ શંકાસ્પદ શખ્સ અંગે વેપારીએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરતા શખ્સ નાસી ગયો હતો. જો કે, બહાનું બતાવી નાસેલો શખ્સ મોબાઈલ પરત લેવા પણ ન રોકાતા વેપારીએ પુરાવા આપી મોબાઈલ ફોન લઈ જવા અનુરોધ કર્યો છે.

મોરબી શહેરમાં નાસ્તા ગલીમાં આવેલ શ્રીનાથજી મોબાઈલમાં શુક્રવારે સવારે 11:16 કલાકે બ્લેક કલરનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ મોબાઈલ વેચાવા આવ્યો હતો. તેની પાસે બિલ માંગવામાં આવતા બિલ ન હોવાથી તથા મોબાઈલના કોઈ આધાર પુરાવા ન હોવાથી દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોબાઈલ વેચવા આવનાર વ્યક્તિએ બહાનું બતાવી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બનાવ બાદ શ્રીનાથજી મોબાઈના સંચાલક વિશાલભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને જે કોઈ વ્યક્તિનો મોબાઈલ હોય તેમને યોગ્ય ખરાઈ કરી મોબાઈલ લઈ જવા અનુરોધ કર્યો હતો.

- text

- text