હળવદમાં એસટી ડ્રાઈવર-કંડક્ટર હેલ્થ ચેકઅપ, ગમછાનું વિતરણ

- text


પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપનું સેવાકાર્ય

હળવદ : હળવદમાં પાટિયા ગ્રુપ અને છોટાકાશી સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એસટી બસ સ્ટેશનમાં ડ્રાઈવર અને કંડક્ટરનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે જ બસમાં મુસાફરોને પીવા માટે ઠંડુ પાણીની બોટલ અને ગમછાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ત્યારે હળવદની સેવાભાવી સંસ્થા પાટિયા ગ્રુપ અને છોટાકાશી સેવા ગ્રુપના સભ્યોએ એસટી બસમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટરના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં એમડી ડોક્ટર દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી હતી. 50 જેટલા મુસાફરોનું પણ હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. સાથે જ એસટીના સ્ટાફ માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરી મુસાફરો માટે પીવાના પાણીના ઠંડા પાણીની વ્યવસ્થા કરી એસટી સ્ટાફના મિત્રોને ગમછાનું વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, એસ.ટી નિગમના પૂર્વ ડાયરેક્ટર બિપીનભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એમ.ડી ડોકટર રણજીત ચાવડા, ડો. જય દવે અને ડો. જીત દવેએ નિઃશુલ્ક સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી. હળવદ બસ સ્ટેન્ડના કન્ટ્રોલર રાજુભાઈ દવેએ પણ સેવા આપી હતી.

- text

- text