હળવદમાં રોજમદાર કર્મચારીની દાદાગીરી સામે પાલિકા કર્મચારીઓની મામલતદારને રજુઆત 

- text


પાલિકાના કાયમી કર્મચારીને ગાળો ભાંડી ધમકી આપતા ચીફ ઓફિસરે રોજમદારને છુટા કરતા હડતાલ 

હળવદ : હળવદ નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓને અપશબ્દો કહેનાર હંગામી કર્મચારીને ફરજમાંથી છૂટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જઈ ખોટા આરોપો લગાવતા આજરોજ પાલિકાના અધિકારીઓએ મામલતદારને રજૂઆત કરી હતી.

હળવદ પાલિકાના હંગામી વોર્ડ પ્યૂન સાવન મારૂડા દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટર કૌશિક મોકાણા, ફાયર ઓફિસર રોહિત મહેતાને બિભત્સ ભાષામાં અપશબ્દો કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ સિટી મેનેજર કિશન મંડલીને પાણી પુરવઠા શાખાના કર્મચારીનું માથું ફાડી નાખવાની ટેલિફોનિક ધમકી આપતા ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાએ સાવન મારૂડાને તાત્કાલિક અસરથી ફરજમાંથી છુટ્ટો કરી દીધો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપે તમામ રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયાહતા. બીજી તરફ આ મામલે ફરજમાં રૂકાવટ કરવા અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવેલો હોય પાલિકાના અધિકારીઓએ આ મામલે આજે મામલતદારને રજૂઆત કરી તપાસની માંગ સાથે પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ ઉઠાવી હતી.

- text

- text