પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી કરાઈ

- text


મોરબી : આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય આ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે. જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. દર્શન ખત્રીના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયા ગ્રસ્થ ગામોમાં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર(નદી)ના તાબાના ગામો શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, જયેશભાઇ ચાવડા જોડાયા હતા.

ગ્રામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે એ માટે ગામના આગેવાનોએ પોતાના ઘરથી દવા છંટકાવની શરૂઆત કરી ગામજનોને આ દવાનો છંટકાવ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.

- text

આ સાથે જ આજે રાષ્ટ્રીય વાહકજન્ય રોજ નિવારણ માટે પ્રા.આ.કે. લાલપરના વિવિધ ગામના કર્મચારીઓ દ્વારા ગામના લોકોમાં આગામી દિવસોમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે ન થાય એ માટે સર્વે કરી, લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમજ પાણીમાં થતા પોરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- text