ટંકારાના હરબટિયાળી ગામે રસ્તા પ્રશ્ને પાડોશીઓ બાખડયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે હલણના રસ્તા બાબતે ચાલતી જૂની માથાકૂટ બાદ એક વ્યક્તિએ માપણી કરાવવા માટે રેવન્યુ ટીમને બોલાવતા પાડોશીઓ વચ્ચેની તકરાર ઉગ્ર બનતા એક બીજાને જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો હતો અને બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રહેતા હરજીભાઈ પોપટભાઈ સંઘાણી ઉ.65 નામના વૃદ્ધએ રસ્તા પ્રશ્ને પાડોશી સાથે માથાકૂટ થતા માપણી કરવા અરજી કરતા રેવન્યુ ટીમ માપણી કરવા આવતા આરોપી પોપટભાઈ ગોકળભાઈ ઢેઢીને સારું નહિ લાગતા હરજીભાઈને ગામ છોડી જવા તેમજ જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ સામાપક્ષે પોપટભાઈ ગોકળભાઈ ઢેઢીએ આરોપી હરજીભાઈ પોપટભાઈ સંઘાણી વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી હરજીભાઈને દીવાલ ચણવાનું કહેતા પાંચ વર્ષથી દીવાલ ચણી દેતા ન હોય અને દીવાલ ક્યારેય નહીં ચણાઈ તેમ કહી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જણાવી ટંકારા પોલીસના ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text