ચાડધ્રા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી પર હળવદ પોલીસની રેડ, એકની ધરપકડ

- text


હળવદ: હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામે દેશી દારુની ભઠ્ઠી પર મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેડ પાડી રૂ.25260 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી હળવદ પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા, તથા પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ અને દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે કબ્જા ભોગવટા વાળી વાડીની બાજુમાં આવેલી ખરાબામાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી, ઈંગ્લીશદારૂના જથ્થો મળીને કુલ રૂ. 25260 ના મુદ્દામાલ સાથે સંજયભાઈ કાંતિભાઈ ગેડાણી (ઉ.વ.24) નામના આરોપીનીને ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહીમાં મુદ્દામાલમાં રૂ. 200ની કિંમતનો 100 લીટર ગરમ આથો, રૂ. 4710ની કિંમતનો 2355 લીટર ઠંડો આથો, રૂ.900ની કિંમતનો 45 લીટર દેશીદારૂ, ભઠ્ઠીના સાધનો, ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈંગ્લીશદારૂ કબ્જે કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ઈન્ચાર્જ નાયબ પોલિસ અધિક્ષક વાંકાનેર વિભાગ પી.એ.ઝાલા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિઓ સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

- text

આર.ટી.વ્યાસ પોલીસ ઈન્સ્પેક્ટર હળવદ પો.સ્ટે, એ.એસ.આઈ. અજીતસિંહ એન.સીસોદીયા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, યુવરાજસિંહ નિરુભા જાડેજા, કમલેશભાઈ રાજુભાઈ પરમાર તથા સ્ટાફના સભ્યો દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

- text