માળીયા મીયાણાના ચીખલી ગામે લગ્નપ્રસંગના ઝઘડા બાદ સામસામી ફરિયાદ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ત્રણ દિવસ પહેલા લગ્ન પ્રસંગે યોજાયેલ દાંડીયા રાસમાં એક શખ્‍સ નજીકમાં ખુરશી ઢાળીને બેસી જઇ પરિવારની દિકરીઓ સામે જોતો હોઇ તેને દૂર જવાનું કહેતાં બોલાચાલી થયા બાદમાં ઝઘડાનો ખાર રાખી કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો જેમા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ ઝઘડામાં સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા નુરાલીભાઈ હાસમભાઈ જામે માળીયા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ઘેર લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ સમયે શેરીમાં ખુરશી નાખી આરોપી દીકરીઓ સામે જોતો હોય શેરીમાં ખુરશી રાખવાની ના પાડતા આરોપી અલીમહમદ અનવરભાઈ માલાણી, ઈલિયાસ હાજીભાઈ માલાણી, ઇબ્રાહિમ કાદરભાઈ માલાણી, ઇરફાન અકબર માલાણી, મહેબૂબ ઇબ્રાહિમ અને અકબર કાદરભાઈ માલાણીએ કુહાડી સહિતના હથિયાર વડે હુમલો કરતા આ હુમલામાં રહેમાનભાઇ હાસમાભાઇ જામ (ઉ.વ.૬૦), તેના ભાઇઓ નુરાલી હાસમભાઇ જામ (ઉ.વ.૫૫) અને જુસબ હાસમભાઇ જામ (ઉ.વ.૨૮) તથા બે પુત્રો શબ્‍બીર રહેમાનભાઇ જામ (ઉ.વ.૩૦) અને નાઝીર રહેમાનભાઇ જામ (ઉ.વ.૨૪)ને ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

બીજીતરફ સામાપક્ષે મહેબૂબ ઇબ્રાહિમભાઈ માલાણીએ આરોપી શબિર રહેમાનભાઈ જામ, નાજીર રહેમાનભાઈ જામ, રહેમાન હાસમભાઈ જામ, નુરાલીભાઈ હાસમભાઈ જામ અને જુસબભાઈ હાસમભાઈ જામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,લગ્નપ્રસંગના ખુરશીમાં બેઠા હતા ત્યારે અહીં કેમ બેઠા છો કહી બોલાચાલી કર્યા બાદ તલવાર, ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરતા ફરિયાદીને માથામાં તેમજ સાહેદોને નાની મોટી ઇજા થયાનું જણાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text