વાંકાનેરના સરતાનપર રોડે ફેકટરીમાં દીવાલ પડતા યુવકનું મૃત્યુ

- text


જૂનું બાંધકામ તોડતી વેળાએ દુર્ઘટનના સર્જાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં જુના બાંધકામની દીવાલ તોડતી વેળાએ દીવાલ ધસી પડતા દીવાલ નીચે દબાઈ જતા શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ નિધિ માઇક્રોન સિરામિક નામની ફેકટરીમાં જૂનું બાંધકામ તોડી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની ચંદન બજરંગી કશ્યપ ઉ.21 નામના યુવાન ઉપર અચાનક દીવાલ ધસી પડતા યુવાનને માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text