મોરબીની વાવડી ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાની ઝડપાયો 6.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે મધ્યરાત્રીએ બાતમીને આધારે વાવડી ચોકડી નજીક ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લઈ 6,33,200નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીગ હતી તે દરમિયાન હેડ કોન્સટેબલ ચકુભાઇ કરોતરા તથા એ.પી.જાડેજાને બાતમી મળેલ કે માળીયા હાઇવે તરફથી એક સ્વીફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવી રહી છે. જે બાતમીને આધારે વાવડી ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી GJ-16-BK-4901નંબરની સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળ, રહે.વાંકલપુરા, મહાબારા તા.જી. બાડમેર રાજસ્થાન વાળાના કબ્જાવાળી કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 336 બોટલ કિંમત રૂપિયા 1,33,200 મળી આવતા રૂપિયા 5 લાખની કિંમતની કાર સહિત કુલ મળી 6,33,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

વધુમાં આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી સુરેશભાઇ કાગા રહે.મિઠરૌ તા.ચૌહટન જી.બાડમેર(રાજસ્થાન) વાળાએ મોકલ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી સપ્લાયરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text

આ સફળ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આર.પી.રાણા, હેડ કોન્સટેબલ એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, અરવીંદભાઇ ઝાપડીયા, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા સિધ્ધરાજભાઇ લોખીલ, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા તથા કિશનભાઇ મોટાણી સહિતના સ્ટાફે કરી હતી.

- text