મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાથી દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સિટીબે ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઇકો કારમાંથી મોંઘી દાટ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 37 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ 2.5 લાખની ઇકો સહિત 2,66,980નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીકથી જીજે – 18 – બીએલ – 7163 નંબરની ઇકો કારની અટકાવી તલાશી લેતા કાર ચાલક રાજેશ લાલજી મકવાણા રહે.વજેપર વાળાના કબ્જા વાળી ઇકો કારમાંથી જ્હોની વોકર, એબ્સોલ્યુટ, બલેન્ડર્સ પ્રાઇડ, એન્ટી કવીટી બ્લ્યુ સહિતની 16,980ની કિંમતની 37 નાની મોટી બોટલ મળી આવતા 2.50 લાખની ઇકો સહિત કુલ મળી 2,66,980નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text