માળીયા મિયાણાના ચીખલી ગામે દાંડીયારાસમાં થયેલી બોલાચાલી બાદ હુમલોઃ પાંચ ઘવાયા

- text


લગ્ન પ્રસંગમાં આરોપી છોકરીઓ સામે જોતો હોઇ ઠપકો આપતા હુમલો કરાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ત્રણ દિવસ પહેલા લગ્ન પ્રસંગે યોજાયેલ દાંડીયા રાસમાં એક શખ્‍સ નજીકમાં ખુરશી ઢાળીને બેસી જઇ પરિવારની દિકરીઓ સામે જોતો હોઇ તેને દૂર જવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. બાદમાં લગ્નપ્રસંગ પુરો થતા ગતરાત્રીના સમયે અગાઉનો ખાર રાખી કુહાડીથી હુમલો કરવામાં આવતાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતાં રહેમાનભાઇ હાસમાભાઇ જામ (ઉ.વ.૬૦), તેના ભાઇઓ નુરાલી હાસમભાઇ જામ (ઉ.વ.૫૫) અને જુસબ હાસમભાઇ જામ (ઉ.વ.૨૮) તથા બે પુત્રો શબ્‍બીર રહેમાનભાઇ જામ (ઉ.વ.૩૦) અને નાઝીર રહેમાનભાઇ જામ (ઉ.વ.૨૪) પર ગત સાંજે ઘર પાસે હતાં ત્‍યારે ગામના જ ઇલ્‍યાસ માલાણી, અનવર માલાણી સહિતનાએ ટોળકી રચી હુમલો કરતાં કુહાડીથી હુમલો કરતાં પાંચેયને પ્રથમ માળીયા મિયાણા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાતાં રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી.

બનાવ અંગે હોસ્‍પિટલના બિછાનેથી જુસબભાઇએ કહ્યું હતું કે ગત તા.19 ના રોજ તેમના ભાઇ નાઝીરના લગ્નના દાંડીયારાસ હતાં. બધા રાસ રમતા હતાં ત્‍યારે ગામનો જ ઇલ્‍યાસ માલાણી ખુરશી ઢાળીને નજીકમાં બેસી ગયો હતો અને બહેન દિકરીઓ પણ રાસ રમતી હોઇ તેની સામે તે જોતો હોઇ તેને દુર જવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. એ પછી બધા અલગ પડી ગયા હતાં. 20મીએ માળીયા જાન ગઇ હતી. બીજા દિવસે 21મીએ સાંજે બધા ઘરે હતાં ત્‍યાં અચાનક ઇલ્‍યાસ સહિતના શખ્સો કુહાડી ધોકા સાથે ધસી આવ્‍યા હતાં અને હુમલો કર્યો હતો. બનાવ મામલે માળીયા મિયાણા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

- text

- text