જીવાપર પ્રા. શાળાની કાવ્યા ચાડમિયા CET પરીક્ષામાં ઉત્તીર્ણ 

- text


મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ CET( કોમન એન્ટરન્સ ટેસ્ટ)માં જીવાપર (ચ) પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચાડમિયા કાવ્યા અમિતભાઈ 97 માર્કસ સાથે ઉત્તીર્ણ થઈ છે.

તેને થોડા દિવસો પહેલા પણ JNV(જવાહર નવોદય વિદ્યાલય) પરીક્ષા પણ સમગ્ર મોરબી જિલ્લામાં છઠ્ઠો નંબર મેળવી પાસ કરી હતી. આ વિશિષ્ટ સિદ્ધિ મેળવી દિકરીને સમગ્ર ચાડમિયા પરિવાર અને માતા- પિતા તથા શાળા પરિવારનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય યોગેશભાઈ સોલંકીએ દિકરી કાવ્યા ભવિષ્યમાં પણ ઉતરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text