મોરબીના વાવડી રોડ ઉપર બોલેરો હડફેટે માસુમ બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના વાવડી ગામે રહેતાં અને બેંકમાં નોકરી કરતાં મિલનભાઇ મનુભાઇ સોઢીયા બાઇકમાં પોતાના દોઢ વર્ષના પુત્ર વિહાનને બેસાડી ચક્કર મરાવવા નીકળ્‍યા ત્‍યારે ઘર નજીક જ બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં વિહાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા વિહાને દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.વિહાન તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે, બનાવ અંગે રાજકોટ હોસ્‍પિટલ ચોકી સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

- text