મોરબીમાં પાણી પ્રશ્ને પીએમો સીએમઓમા ફરિયાદ

- text


ત્રાજપર વિસ્તારના જાગૃત નાગરિકે ફરિયાદ કરી

મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણીકાપ ઝીકવાની સાથે આજુ બાજુના પરા વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા સર્જાય છે ત્યારે મોરબીના ત્રાજપરના જાગૃત નાગરિકે ગંભીર પાણી પ્રશ્ને પીએમઓ અને સીએમઓમાં ફરિયાદ કરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક આવેલ મધુવન સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે જેમાં તાજેતરમાં મચ્છુ -2 ડેમ ખાલી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે ત્યારે સોસાયટીના જાગૃત નાગરિક મહાવીરસિંહ એ. જાડેજાએ આ બાબતે પીએમઓ અને સીએમઓમાં ફરિયાદ કરી સત્વરે પાણી સમસ્યા ઉકેલવા માંગ કરી છે.

- text

- text