બગથળા આંગણવાડી મુકામે બાલક પાલક સર્જક કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : બગથળા 1 થી 4નો સંયુક્ત બાલક પાલક સર્જક કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ મહાનુભાવોની હાજરીમાં વાલીઓને માહિતગાર કરાયા હતા અને વિવિધ સ્પર્ધા યોજાઈ હતી.

આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલા બાલક પાલક કાર્યક્રમમાં બગથળા નકલંક જગ્યાના મહંત દામજી ભગત, જિલ્લા પંચાયતના સભ્ય સતિષભાઈ મેરજા, ઉપસરપંચ પરેશભાઈ આંબલિયા, સભ્ય રમેશભાઈ ઠોરીયા, રતિલાલ ચાવડા, નીતિનભાઈ કાવર, બગથળાના સુપરવાઈઝર પાયલબેન ડાંગર, પીએસઈ મયુરીબેન ભાડેસિયા, આંગણવાડી કાર્યકર બીનાબેન રામાનુજ, કિરણબેન ચાવડા, મનિષાબેન ચાવડા અને પ્રિયંકાબેન બોપલિયા હાજર રહ્યા હતા. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. મહંત દામજી ભગતે કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને માહિતગાર કરાયા હતા. ત્યારબાદ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરાયું હતું.

ત્યારબાદ સુપરવાઈઝર દ્વારા બાલક પાલક સર્જક કાર્યક્રમ અંતર્ગત આવેલા તમામ લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી અને આંગણવાડીમાં બાળકોની સંખ્યા વધે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વાલીઓ માટે રંગોળી સ્પર્ધા અને બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નંબર પ્રાપ્ત કરનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ સૌએ સાથે અલ્પાહાર લીધો હતો.

- text

- text