મોરબીની ૧૦૪ આંગણવાડીમાં યોજાયો વિશેષ કાર્યક્રમ : ભૂલકા અને વાલીઓની જ્ઞાન સાથે ગમ્મત

- text


મોરબી : મોરબી ઘટક-૨ ની તમામ ૧૦૪ આંગણવાડી ખાતે બાળકોના નામાંકન વધારવા તેમજ બાળકો રેગ્યુલર હાજરી આપે તેવા ઉમદા આશય સાથે આજે બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા, વાલી, જનસમુદાયને માહિતગાર કરવામાં આવે છે. આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવુતિઓ કરે તે માટે આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકો અને વાલીઓ માટે આજે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી ઘટક-૨ ની તમામ ૧૦૪ આંગણવાડી ખાતે બાલક પાલક સર્જનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઘટક કક્ષાનો નજરબાગ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

- text

- text