નવી નવલખી ગામે કોલસા વીણવા બાબતે ઝઘડો થતા માતા-પુત્ર ઉપર હુમલો

- text


પાડોશમાં રહેતા શખ્સે પુત્રી અને પત્ની સાથે મળી હુમલો કર્યો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવી નવલખી ગામે કોલસા વીણવા બાબતે થયેલ ઝઘડા બાદ પડોશમાં જ રહેતા શખ્સે પત્ની અને પુત્રી સાથે મળી યુવાન અને તેમના માતા ઉપર હુમલો કરતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નવી નવલખી ગામે રહેતા અને નવલખી રોડ ઉપર પસાર થતી ટ્રકમાંથી નીચે પડતા કોલસા વિણવાનું કામ કરતા ફરિયાદી સુભાનભાઈ આદમભાઇ મોવરે પાડોશમાં જ રહેતા આરોપી કરીમ હાસમ માણેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14ના રોજ રોડ ઉપરથી કોલસા વીણવા બાબતે કરીમ સાથે ઝઘડો થયા બાદ મોડીરાત્રે આરોપી કરીમ હાસમ માણેક, તેના પત્ની જલાબેન અને પુત્રી સુગરાબેને શેરીમાં ઝઘડો કરી ગાળાગાળી કરી સુભાનભાઈ તેમજ તેમના માતા રોશનબેનને માર મારી શેરીમાં પડેલી તેમની સ્વીફ્ટ કારના કાચ ફોડી ધોકા મારી નુકશાન પહોચાડ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text