મોરબીમાં ફરી વાતાવરણ પલ્ટો : ભારે પવન આંધી વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ

- text


મોરબી : મોરબી મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડ્યા બાદ ફરીથી મોરબીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે 2.30 વાગ્યા બાદ અચાનક જ વાદળછાયા વાતાવરણની સાથે ભારે પવન અને આંધી ફુંકાઈ હતી. અને સાથે જ મોરબીનાં અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમૌસમી વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું.

મોરબીમાં આજે ગુરુવારે બપોરે ફરીથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેજ પવન સાથે આંધી ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. મોરબી શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જ્યારે તેજ પવન અને આંધી સાથે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જેમાં સામાકાંઠે ભડીયાદ રોડ પર ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ સામાકાંઠે અન્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ ચાલુ થયો હતો.

- text

- text