મોરબીના બગથળા ગામે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : આજરોજ 16 મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય બગથળા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા)ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બગથળાના હેલ્થ વર્કર અને આશા વર્કર દ્વારા બગથળાના ગ્રામજનોને ડેન્ગ્યુ વિશેનું આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમેતે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ? ડેન્ગ્યુ ન થાય તે માટે શું શું કરવું, અઠવાડિયામાં એક વાર ડ્રાય ડે રાખવો. જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરનાં ઈંડાનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવે, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પી. વાસદડીયા અને સુપરવાઈઝર જે. બી.બેચરાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

- text