- text
મોરબી : હાલ લોકસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર-પ્રસાર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં આજે રૂપાલાના શક્તિપ્રદર્શન પૂર્વે ભગવાન શ્રી રામના બેનર હટાવી ભાજપે પોતાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બેનરો લગાવી દીધા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
- text
મોરબી કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ આરોપ લગાવતા કહ્યું કે, મોરબીમાં ઉમિયા સર્કલ પાસે પ્રભુ શ્રી રામના બેનર હટાવીને ભાજપે રાજકોટ લોકસભા બેઠકના પરસોત્તમ રૂપાલા અને ભાજપના બેનર લગાવી દીધા હતા. વધુમાં કોંગ્રેસે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભગવાન રામના બેનર હટાવી ભાજપ શું સાબિત કરવા માંગે છે ? રામનવમીના કાર્યક્રમને લઈને ઉમિયા સર્કલ પાસે ભગવાન શ્રી રામના બેનર લગાવાયા હતા તેને હટાવીને પોતાના પ્રચાર માટે ભાજપે પોતાના બેનરો લગાવી દેતા ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
- text