મોરબીના કરોડો રૂપિયાના દારૂ પ્રકરણમાં ભરત મારવાડી ઝડપાયો, 10 દિવસના રિમાન્ડ મંજુર

- text


સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં 10 આરોપીઓને ઝડપી લેવાયા હતા ; ભરત મારવાડી, જીમિત પટેલ સહિતના આરોપીઓ હતા ફરાર

મોરબી : મોરબીના લાલપર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દોઢ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ પકડી પડવાના કેસમાં મુખ્ય સૂત્રધારો પૈકી ભરત મારવાડી નામના શખ્સને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબી તાલુકાના લાલપર નજીક ગોડાઉનમાં દરોડો પાડી દોઢ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ સહિત બે કરોડ વીસ લાખનો મુદામાલ જપ્ત કરી ૧૦ ઇસમોને ઝડપી લીધા હતા.

- text

આ ચકચારી પ્રકરણમાં મોરબી એલસીબી અને તાલુકા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તપાસનો ધમધમાટ ચાલુ છે જેમાં છેલ્લા પાંચ માસથી દારૂનો ધીકતો ધંધો કરનાર અમદાવાદના બુટલેગર જીમિત પટેલ, રાજસ્થાનના બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડીના નામ ખુલ્યા બાદ મોરબી પોલીસે આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદના બુટલેગર અને મુખ્ય સુત્રધાર પૈકીના એક એવા ભરત મારવાડી ઉર્ફે વિજય જીવરાજ ઉડેચાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.

- text