મોરબી અને રાજકોટમાં 1.6ની તીવ્રતાનો આંચકો

- text


સવારે 9:51 કલાકે મોરબીમાં અને સાંજે 5:35 કલાકે રાજકોટની ધરા ધ્રુજી

મોરબી : મોરબી અને રાજકોટમાં 1.6ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. જો કે બન્ને પંથકમાં સામાન્ય આંચકા હોય સામાન્ય અનુભુતી થઈ હતી.

- text

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આજે સવારે 9:51 કલાકે મોરબીમાં 1.6ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ મોરબીથી 11 કિમિ ઇસ્ટ નોર્થ ઇસ્ટ તરફ હતું. જ્યારે સાંજે 5:35 કલાકે રાજકોટમાં 1.6ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 21 કિમિ ઇસ્ટ નોર્થ ઇસ્ટ તરફ હતું.

- text