હળવદની તક્ષશિલા સંકુલના 204 વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભની રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા

- text


હળવદ : દરેક શાળા, તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ ખેલમહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લા કક્ષાની હેન્ડબોલ, કુસ્તી અને જૂડોની સ્પર્ધામાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિજેતા બની ડંકો વગાડ્યો છે અને એક બે નહી 204 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે.

- text

જીલ્લા કક્ષાની બેડમિન્ટન, કુસ્તી, હેન્ડબોલ, જૂડો અને એથ્લેટિક્સ જેવી રમતમાં રાજ્યકક્ષા માટે તક્ષશિલા વિદ્યાલયના 204 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. આવનારા દિવસોમાં સરકાર દ્વારા ઈનામો પેટે RTGS ડાયરેક્ટ બેનિફિટ પ્રક્રિયા દ્વારા આ વિદ્યાર્થીઓના ખાતામાં સાડા ત્રણ લાખ જેટલી રકમ જમા થશે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ પાછળ હેન્ડબોલ કોચ પ્રકાશ જોગમાણા અને જૂડો કોચ ઓરા પૂજાબેનની મહેનત રંગ લાવી હતી. તક્ષશિલા સંકુલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ઈન્સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રિબ્લિંગ, પાસિંગ, ગોલકિપિંગ, વાઝારી, ફાઈટ, ઉચીકોમી જેવી ટેકનિકને કારણે મેડલ મેળવ્યા હતા. તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

- text