કચ્છમાં શ્રી રામધામનું આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ

- text


મોરબી : સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામનું વાંકાનેર- રાજકોટ હાઈવે પર જાલીડા ખાતે વિશાળ ફલક પર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર લોહાણા સમાજના સાથ- સહકારથી તા. 16 થી 19 ફેબ્રુઆરી શ્રી રામધામનું ખાતમુહુર્ત અને 108 કુંડી મહા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેનું ભાવભર્યું આમંત્રણ કચ્છ લોહાણા સમાજને પાઠવવામાં આવ્યું હતું.

- text

વાંકાનેર- રાજકોટ હાઈવે પર જાલીડા ખાતે રામધામનું નિર્માણ કાર્ય કરવામાં આવનાર છે ત્યારે કચ્છ જીલ્લાના લોહાણા સમાજના અગ્રણીઓને આમંત્રણ પાઠવવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, વૃતિકભાઈ બારા, ભાવેશભાઈ જોબનપુત્રા, આનંદભાઈ કુંડલીયા સહીતના લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા બે દીવસીય કચ્છ જીલ્લાનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સામખિયાળી, ભચાઉ, રાપર, માધાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, ગઢશીશા, માંડવી, નખત્રાણા, લખપત, અબડાસા, દયાપર, અખિલ કચ્છ જીલ્લા લોહાણા મહાજન સહીતનાં લોહાણા સમાજના આગેવાનોને રૂબરૂ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વિવિધ કચ્છના વિવિધ મથકોએ શ્રી રામધામ નું આમંત્રણ પાઠવતા લોહાણા સમાજના અગ્રણીઓનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યુ છે.

- text