ટંકારાના દયાલમુનિને પદ્મશ્રી એવોર્ડ એનાયત 

- text


ટંકારા : આજરોજ 26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપનાર વ્યક્તિઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારાના દયાલમુનિ તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ટંકારામા દયાલમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે. તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં થયો હતો.

- text

દયાલમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

- text