મોરબીને મંદી ન નડે ! એક વર્ષમાં 27457 દસ્તાવેજ નોંધાયા 

- text


મોરબીમાં મિલ્કતોના ખરીદ-વેચાણ વ્યવહારો થકી ગુજરાત સરકારને 111 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની આવક

મોરબી : મોરબી જિલ્લામાં જમીન મકાનના ધંધામાં મંદીના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે વર્ષ 2023 મા અઢળક દસ્તાવેજોની નોંધણી થઇ છે. એક વર્ષમાં ગુજરાત સરકારને સ્ટેમ્પ ડ્યુટીની જ 111 કરોડથી વધુની આવક થઈ છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે જમીન મકાનના પણ અઢળક સોદા થયા છે.

મોરબી જિલ્લામાં જંત્રી દર વધ્યા બાદ સૌ કોઈના મનના રિયલ એસ્ટેટમાં મંદીના ભણકારા વાગતા હતા તે વચ્ચે જ સ્ટેમ્પ ડ્યુટીની સરકારને ધૂમ આવક થવા પામી છે, મોરબી સબ રજીસ્ટાર કચેરીમાં નોંધાયેલ આંકડા પ્રમાણે વર્ષ 2023 માં 27457 દસ્તાવેજો નોંધાયા છે જેમાં સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 111.87 કરોડની આવક થઇ છે જયારે 16.67 કરોડની નોંધણી ફી ની આવક થઇ છે. વર્ષ દરમ્યાન સૌથી વધુ માર્ચ મહિનામાં 3738 દસ્તાવેજો નોંધાયા છે. જેમાં સરકારને એક જ મહિનામાં 15.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઇ છે. આમ મોરબી જિલ્લામા નવી સ્ટેમ્પ ડ્યુટી લાગુ થયા બાદ સામાન્ય સંજોગોમાં દસ્તાવેજ નોંધણીના ઘટાડો આવવાને બદલે યથાવત સ્થિતિ જળવાઈ રહેતા આવનાર દિવસોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીના સંજોગો જોવાઇ રહ્યા છે.

વર્ષ 2023માં માસ વાર નોંધાયેલ દસ્તાવેજો સંખ્યા અને સ્ટેમ્પ ડ્યુટીની આવક 

- text

મહિનો નોધાયેલ દસ્તાવેજ સ્ટેમ્પ ડયુટી આવક નોંધણી ફી આવક
જાન્યુ-૨૦૨૩ ૧૯૪૬ ૫૯૯૩૯૨૫૪ ૯૪૧૩૭૩૧
ફેબ્રુ-૨૦૨૩ ૧૮૨૧ ૬૧૩૭૨૭૬૨ ૮૯૨૫૩૯૦
માર્ચ-૨૦૨૩ ૩૭૩૮ ૧૫૧૩૫૩૬૩૦ ૨૩૭૧૯૨૦૦
એપ્રિલ-૨૦૨૩ ૩૬૮૦ ૧૪૭૬૦૧૪૧૯ ૨૩૨૬૧૩૬૨
મે-૨૦૨૩ ૨૫૬૭ ૯૪૫૫૩૪૦૪ ૧૬૧૪૬૪૧૧
જુન-૨૦૨૩ ૧૭૮૫ ૭૩૭૪૮૨૪૦ ૧૦૩૨૬૯૩૦
જુલાઈ-૨૦૨૩ ૨૧૩૧ ૧૦૧૨૪૦૯૫૬ ૧૪૩૧૯૩૩૦
ઓગસ્ટ-૨૦૨૩ ૨૨૫૩ ૮૮૩૦૧૦૯૩ ૧૩૭૭૫૧૮૦
સપ્ટે-૨૦૨૩ ૧૮૬૩ ૯૨૯૦૬૨૮૪ ૧૩૦૬૦૩૫૫
ઓકટો-૨૦૨૩ ૧૯૦૫ ૮૮૫૩૮૦૫૨ ૧૧૫૪૭૨૫૫
નવે-૨૦૨૩ ૧૭૨૪ ૭૭૭૩૮૫૫૪ ૧૧૦૮૦૩૨૧
ડીસે-૨૦૨૩ ૨૦૪૪ ૮૧૪૯૫૮૨૯ ૧૧૨૦૧૦૨૬
Total ૨૭૪૫૭ ૧૧૧૮૭૮૯૪૭૭ ૧૬૬૭૭૬૪૯૧

 

- text