મોરબી સબ જેલના બે કેદીઓને સારી વર્તણુક બદલ કરાયા જેલમુક્ત

- text


16 વર્ષ જેલમાં ગાળ્યા બાદ ઘરે પરત ફરતા બન્ને કેદીઓના પરિવારોમાં ખુશાલી છવાઈ

મોરબી : મોરબી સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને આજે સારી વર્તણુકને કારણે જેલ મુક્ત કરવામાં આવ્યા છે. જેના કારણે બન્ને કેદીઓના પરિવારમાં આજે ખુશાલી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરમાં વિવિધ જેલોમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલા છોડી તેઓ પોતાનું આગળનું જીવન પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ગાળી શકે તેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી સબ જેલમાં રહેલા બે કેદીઓ જાનમહમદભાઈ આમદ ભટ્ટી ઉ.વ.45 અને કુંવરબેન ઘોઘાભાઇ નગવાડિયા ઉ.વ.67ને આજે જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

- text

જાનમહમદભાઈ આમદ ભટ્ટીને તા.13/9/2000ના રોજ સજા થઈ હતી. તેઓ જેલ જીવન દરમિયાન તેઓએ અલગ અલગ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. એડવાન્સ ગાર્મેન્ટ, ફિસિંગ ઓપરેટર સહજતના કોર્ષ કર્યા હતા. આ ઉપરાંત કુંવરબેન ઘોઘાભાઇ નગવાડિયા તા. 8/09/2006થી સજા કાપી રહ્યા હતા. તેઓ 16 વર્ષ જેલમાં હતા.

- text