મોડપર ગામે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી

- text


મોરબી : મોડપર ગામે તા.22ને સોમવારના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 10 વાગ્યે સામુહિક પ્રાણ પ્રતિષ્ઠા દર્શન, બપોરે 12;30 કલાકે મહા આરતી, બપોરે 2:30 કલાકે શોભાયાત્રા, સાંજે 5:30 કલાકે સમૂહ ભોજન તથા રાત્રે 9 કલાકે લોકડાયરો યોજાનાર છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text