- text
શાળાના શિક્ષકોએ બાળકોમાં બચપણથી જ બચતના ગુણ કેળવાય તે માટે કર્યો અનેરો પ્રયાસ
મોરબી : બાલ્યકાળથી જ બાળકોમાં બચતના ગુણ કેળવાય તેવા ઉમદા ધ્યેય સાથે હજનાળી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીના નામ જોગ એક-એક બચતબેંક ભેટ આપી રૂપિયા ખોટી જગ્યાએ વાપરવાને બદલે પોતાની બેંકમાં બચત જમા કરી સમગ્ર વર્ષનો ભણતરનો ખર્ચ કાઢવા માટે પ્રેરણા આપી છે.
- text
શાળાના શિક્ષકો સહિતના સ્ટાફે બાળકોને બચત કરવાની સુટેવ માટે પોતાની આ બચત બેંકમાં વિદ્યાર્થીઓને હાથમાં આવેલા પૈસા, બચત કરેલા પૈસા અને જન્મદિવસ ઉજવણીમાં જે ચોકલેટ કે અન્ય ખોટા ખર્ચ કરે છે એ બંધ કરી એની જગ્યાએ બચતબેંકમાં આ તમામ પૈસા બચત કરવાની પાયાની કેળવણીનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. વર્ષાંતે આજ બચતબેંકમાંથી વિદ્યાર્થીઓને એના આખા વર્ષના દફતર, નોટબુક, પેન, કંપાસ, ચોપડા, પ્રવાસ માટેના પૈસાનો તમામ ખર્ચ આજ બચતબેંકમાંથી મળી રહેશે જેથી ભવિષ્યમાં બાળકના માતા-પિતાને પણ ખૂબ રાહત રહેશે અને બાળકો મોટા થતા બચેટની સુટેવ પણ કેળવાશે.
- text