મોરબીના સીરામીક સિટીમાં રહેતી પરિણીતા લાપતા 

- text


મોરબી : મોરબીના સીરામીક સિટીમાં રહેતા અંબિકાબેન સુનીલભાઇ દવે ગત તા.21 ડિસેમ્બરના રોજ કોઇને કહ્યા વગર ઘરેથી નિકળીયા બાદ પરત ઘેર ન આવતા તેમના પતિ સુનીલભાઇ ગીરીશભાઇ દવેએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુધા નોંધ કરાવી છે. લાપતા બનેલા અંબિકાબેન શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉં વર્ણ તથા તેઓની ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટની હોય અને તેઓએ ગુલાબી કલરનુ ટોપ તથા બ્લેક કલરની લેગીઝ પહેરેલ હતી અને તેઓ ગુજરાતી,હિન્દી અને કર્ણાટક ભાષા જાણે છે.જો કોઈને ગુમ થયેલા અંબિકાબેન વિષે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.

- text

- text