આમરણ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સુવિધા આપવા મુખ્યમંત્રીને રજુઆત

- text


ટંકારા : આમરણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા અંગે વીર પણ મચ્છુના હસમુખભાઈ ગઢવીએ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

હસમુખભાઈ ગઢવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવ્યું છે કે, આમરણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતી આધારિત જીવન જીવે છે. વર્ષે એક જ વખત વરસાદ આધારિત ખેતી દ્વારા આવક મેળવે છે. આવક મર્યાદિત હોવાથી ખેડૂતો શહેર તરફ પલાયન કરી રહ્યા છે. ત્યારે જો આમરણ ચોવીશીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો સમૃદ્ધ બને તેમ છે. માળીયા નર્મદાની મેઈન કેનાલ જે આમરણ વિસ્તારને ભૌગોલિક રીતે નજીક છે. તો આમરણ ગ્રામ્યને માઇનોર નર્મદા કેનાલનો લાભ આપવા વિનંતી કરવામાં આવી છે.

- text

- text