સિંચાઇ માટે મોરબીના ઝીકિયારી નજીક ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા ખોલાશે

- text


ખેડૂતોની સિંચાઈની માંગને લઈને ચેકડેમો ભરવા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ખેડૂતોની સિંચાઈની માંગને ધ્યાને લઈને ટંકારાના ડેમી-2 ડેમમાંથી પાણી છોડવાના નિર્ણય બાદ હવે મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમો ભરવા માટે આજે રાત્રે ઘોડાધ્રોઈ ડેમના બે ગેઇટ અડધો ફૂટ ખોલાશે તેવું સતાવાર રીતે જાહેર કરાયું છે.

મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ હાલમાં 80.10 ટકા ભરેલો છે. ત્યારે મોરબી અને માળીયા પંથકના ખેડુતોની સિંચાઈ માટે આ ડેમમાંથી પાણી છોડવાની માંગને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડીને ડેમ હેઠળના ચેકડેમો ભરવાની મંજૂરી આપવામાં આવતા આજે રાત્રે 10 વાગ્યે મોરબીના ઝીકિયાળી ગામ પાસે ઘોડાધ્રોઈ ડેમના બે ગેઇટ અડધો ફૂટ ખોલાશે. આથી આ ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 9 ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

- text