મોરબીના યુવાને UPSC મેઇન્સમાં મેદાન માર્યું

- text


 

હવે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી ફર્સ્ટ કલાસ ઓફિસર બનવા સજ્જ

મોરબી : મૂળ જુના દેવળીયા ગામના અને હાલ મોરબી રહેતા કિશન અરવિંદ જોટાણીયાએ UPSC મેઇન્સમાં મેદાન માર્યું છે. હવે તેઓ ઇન્ટરવ્યૂ ક્લિયર કરી ફર્સ્ટ કલાસ ઓફિસર બનવા સજ્જ બન્યા છે.

તેઓના પિતા અરવિંદ પ્રેમજી જોટાણીયા વી.એમ. ડાયમંડ ટુલ્સ નામનું એકમ ચલાવે છે. કિશન હાલ જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોકટર તરીકે ફરજ બજાવે છે. તેઓની આ સફળતા બદલ કાકા મુકેશભાઇ, દાદા પ્રેમજીભાઈ અને માતા કૈલાશબેન સહિતનાએ આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી છે.

- text

- text