જેતપર નજીક ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ બાઇક સાથે એક શખ્સને તાલુકા પોલીસે જેતપર પાસેથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે, એક નંબર વગરનું હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થનાર છે. જે હક્કીતના આધારે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ તપાસમાં ટિમ હતી તે દરમ્યાન મો.સા. સાથે એક ઇસમ નિકળતા તેને રોકી મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા મો.સા. ન કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા આ ઇસમ ગોપાલભાઇ અરજણભાઇ વાઘેલાની અટકાયત કરવામાં આવી હતી.

- text

બાદમાં ઇસમે આ મો.સા. કનેસર થી રાજાવડલા વચ્ચે રસ્તામાંથી ચોરી કરેલાની કબુલાત આપતા, મો.સા.ચોરી બાબતે ખરાઇ કરતા રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશન ગુન્હો પણ નોંધાયેલ હતો. જેથી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text