માળીયાની ભીમાસર ચોકડી નજીક હોટલ સંચાલક અફીણના જથ્થા સાથે ઝડપાયો 

- text


મોરબી એસઓજી ટીમે હોટલ રામદેવના માલિકને રંગે હાથ ઝડપી લીધો, રાજસ્થાનના અફીણ સપ્લાયરનું નામ ખુલ્યું 

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી – માળીયા હાઇવે ઉપર આવેલ હોટલ રામદેવમાં દરોડો પાડી હોટલ માલિક એવા રાજસ્થાની શખ્સને અફીણના જથ્થા સાથે ઝડપી લઈ રાજસ્થાનથી અફીણનો જથ્થો સપ્લાય કરનાર શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને મળેલી સચોટ બાતમીને આધારે ગઈકાલે મોરબી – માળીયા હાઇવે ઉપર ભીમસર ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ ઉપર આવેલી હોટલ રામદેવમાં દરોડો પાડતા હોટલ સંચાલક વેહનારામ દલારામ ચૌધરી મૂળ રહે.મંડાવલા તા.સીણધરી જી.બાડમેર રાજસ્થાન વાળાના કબ્જામાથી રૂપિયા 14,500ની કિંમતનું 145 ગ્રામ અફીણ મળી આવતા મોબાઈલ ફોન, રેક્ઝિનનો થેલો સહીત કુલ રૂપિયા 16,600નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં એસઓજી ટીમે આરોપી વેહનારામ દલારામ ચૌધરીને અફીણના જથ્થા સાથે ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા અફીણનો આ જથ્થો પોતે સેવન કરતો હોવાનું તેમજ અન્ય નશાખોરોને પણ સપ્લાય કરતો હોવાની કબૂલાત આપી અફીણનો આ જથ્થો રાજસ્થાનના રહેવાસી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે.સિણધરી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text