મોરબીમાં વીજ કર્મીઓના હસ્તે કેક કાપી જલારામ જયંતિની ઉજવણી

- text


અન્નકૂટ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો અને જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી : મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજ અને જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષે દિવ્યાંગો, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, કિન્નરો સહિતના સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરી સંત શિરોમણી જલારામ બાપની જન્મજયંતિનો ઉજવણી કરવાની પ્રેરણાદાયી પરંપરા આ વખતે પણ યથાવત રાખી જીવના જોખમે કામ કરી રાત દિવસ જોયા વગર નિયમિત વીજ પુરવઠો પૂરો પડતા વીજ કર્મીઓના હસ્તે કેક કટિંગ કરાવી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે 224મી જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની જન્મજયંતી નિમિતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા . જલારામ બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં જ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આ અન્નકૂટ દર્શન, પ્રભાતફેરી, ધુન ભજન સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને પૂર્ણ થઈ હતી. તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

- text

- text