પ્રદુષણ મુક્તિના હેતુ સાથે કર્મભુમીથી જન્મભુમીની 512 કિમીની સાઈકલ યાત્રા કરતો યુવાન

- text


મોરબી : તારીખ 13 નવેમ્બરના રોજ સવારે 4:15 વાગ્યે પોતાની કર્મભૂમિથી જીગ્નેશ ચંદુભાઈ કંઝારિયાએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વરથી આ યાત્રા શરુ કરીને વડોદરા, બોરસદ, તારાપુર, વટામણ, બગોદરા લીંબડી થઈને સાળંગપુર પરિવાર સાથે દર્શન કર્યા. ત્યાર બાદ સાયલા થઈને ચોટીલા, માટેલ, રફાળેશ્વરથી મોરબીના ગોર ખીજડીયા ગામે પહોંચીને 27:30 કલાકમાં આ સાયકલ યાત્રા પૂર્ણ કરી. આ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ પ્રદુષણ મુક્તિ હતો એ માટે થઈને “Stop pollution & Be part of solution” ના સૂત્ર સાથે આ યાત્રા ચાલી હતી.

- text

- text