પત્ની રિસામણે ચાલી જતા ઓરિસ્સાના શ્રમીકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો 

- text


મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં બનેલો બનાવ 

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જતા માર્ગ ઉપર આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ ઓરિસ્સાના શ્રમીકે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જતા માર્ગ ઉપર નીચી માંડલ ગામની સીમમાં આવેલ કોનોર સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં રહેતા ઓરિસ્સાના વતની ગણેશવર રામચંદ્રા જેના ઉ.28 નામના શ્રમિકની પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેથી લાગી આવતા સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text