- text
મોરબી : આજરોજ મોરબીના યમુનાનગરની શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આયુષ્માન કાર્ડ કાઢવાના કેમ્પ યોજાયો હતો પરંતુ લોકોના કાર્ડ ન નીકળતા ધરમનો ધક્કો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શ્રદ્ધાપાર્કમાં આંગણવાડીની બહેનોએ આસપાસમાં રહેતા લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટેનું કહેતા લોકોએ સવારથી જ કેમ્પમાં કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ કનેક્ટિવિટી ન હોવાના કારણે આયુષ્માન કાર્ડ કઢાવવા આવેલા લોકોને ધરમના ધક્કા થયા હતા. સર્વર ડાઉન હોવાના કારણે આયુષ્માન કાર્ડ નીકળી શક્યા ન હતા.
સ્થાનિક આગેવાન સિદ્ધરાજસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાથી લોકો આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા પરંતુ કોઈના આયુષ્માન કાર્ડ નીકળી શક્યા ન હતા. માત્ર જે લોકો પાસે આભાકાર્ડ ન હતા તેઓને આભા કાર્ડ કાઢી આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા. આમ આયુષ્માન કાર્ડ કઢાવવાની આશાએ કેમ્પમાં પહોંચેલા લોકોની આશા પર પાણી ભરી વળ્યું હતું અને ધરમનો ધક્કો ખાઈને પાછું ફરવું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ છે. જેનાથી લોકો હેરાન થઈ રહ્યા છે.
- text
- text