- text
સાંસદને ભાજપ અગ્રણીએ ફરિયાદ કરતા આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરાયુ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દોઢ માસથી હીમોફીલિયાના દર્દીઓને ફેક્ટરના ઈન્જેક્શન મળતા ન હોવાની સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
વર્ષ 2011માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં હિમોફીલિયાના દર્દીઓને સરકારી ગ્રાન્ટમાંથી સરકારી હોસ્પિટલમાં ફેક્ટરના ઈન્જેક્શન ફ્રીમાં શરૂ કરાવ્યા હતા. જો કે છેલ્લા દોઢ મહિનાથી ફેક્ટરના ઈન્જેક્શન ન મળતા હોવાની ફરિયાદ મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાના બાબુભાઈ પરમારે સાંસદ મોહનભાઈ કુંડારીયાને કરી હતી. આ ફરિયાદને ધ્યાને લઈને સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે અને હીમોફીલિયાના દર્દીઓની સારવાર માટે આ ફેક્ટર ઈન્જેક્શન ખૂબ જરૂરી હોય દર્દીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી કરી છે.
- text
- text