મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા તા.28મીએ યજ્ઞનું આયોજન

- text


મોરબી : મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે તા.28ના રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે.

- text

આગામી શરદ પૂનમે તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના દિવસે પણ ભટ્ટ પરિવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં યજમાન તરીકે તરધરી (માળિયા મિ.) નિવાસી હાલ મોરબીના મનીષભાઈ કાંતીલાલભાઈ ભટ્ટના પુત્ર વૈભવકુમાર તથા તેના પત્ની જલ્પાબેન ઉપસ્થિત રહેશે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધિ વિદ્વાન શાસ્ત્રી તેજસભાઈ રમેશભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવશે. યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે તમામ ભટ્ટ પરિવારના લોકોને ભટ્ટ પરિવાર ગ્રુપ તથા જિલ્લાનાં અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), બળવંતભાઈ વી. (મો.૯૯૦૯૦ ૮૧૮૫૨) અને જે.પી.ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text