મોરબીમાં તા.28મીએ રઘુવંશી સમાજ માટે દાંડિયા વિથ ડિનરનું આયોજન

- text


મોરબી : મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ- 2023″દાંડીયા વિથ ડીનરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 28ને શનિવારે શરદ પૂનમનાં રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા લાડલી પાર્ટી પ્લોટ ખાતે રાસોત્સવ યોજાશે.

રઘુવંશી સમાજ માટે આયોજિત “રોયલ રાસોત્સવમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા સિંગર વિજય ચુડાસમા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે તેમજ આર્જવ ત્રિવેદી ( છેલ્લા દિવસ ફિલ્મનો ધૂલો) અને 3 એક્કા ફિલ્મની અભિનેત્રી તર્જની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે તથા રાત્રીનાં 9:30થી ગરબાની રમઝટ શરૂ થશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. પ્રવેશ ફી ‘નહીં નફો નહીં નુકશાન’ના ધોરણે દરેક વર્ગને પોષાય એ માટે ફક્ત 300/- (ડિનર સાથે) રાખવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

‌આ રાસોત્સવના પાસ 1. સફલ આર્ટ ગેલેરી- ઓમશાંતી કોમ્પલેક્ષ, ત્રીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ 2. પુજારા ટેલિકોમ – સરદાર બાગ પાસે, શનાળા રોડ 3. કેમ્પસ એકસકલુઝિવ સ્ટોર્સ – વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, રવાપર રોડ 4. જય જલારામ ટ્રેડિંગ કું.- શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક 5. ભોજાણી સ્ટોર– પરા બજાર, મોરબી, ખાતેથી મેળવવાના રહેશે.

- text