મોરબીમાં વર્લ્ડકપના ક્રિકેટના સટ્ટા ઉપર તવાઈ : બે દરોડા 

- text


સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ તેમજ કાલિકા પ્લોટમાં દરોડા બાદ બે આરોપીઓને દબોચ્યા 

મોરબી : મોરબીમાં વર્લ્ડ કપના ક્રિકેટ ફીવર વચ્ચે બુકી બજાર પણ ગરમ થવા પામી છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રવાપર ધુનડા રોડ તેમજ કાલિકા પ્લોટમાં ક્રિકેટ સટ્ટા અંગે બે અલગ અલગ દરોડામાં બે બુકીને ઝડપી લઈ રોકડ તેમજ મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

ક્રિકેટ સટ્ટા અંગેની પ્રથમ કાર્યવાહીમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ ઉપર ફ્લોરા-158 ની સામે આવેલ રંગ ધરતી પાર્કમાં થીમ હાઈટસ ફ્લેટ નં.401માં દરોડો પાડી આરોપી વિનયભાઈ મગનલાલ મહેતા ઉ.55 નામના શખ્સને crex નામની ઓનલાઈન એપ્લીકેશનમા ઈગ્લેન્ડ તથા સાઉથ આફ્રીકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી બંન્ટીભાઈ રહે રાજકોટ નામના શખ્સ સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા 10,000 તથા ઓપો એફ-19 પ્રો મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 સહીત કુલ રૂપિયા 20 હજારના મુદામાલ સાથે ઝડપી લઈ રાજકોટના બંટીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર કાલીકા પ્લોટમાં મસ્જીદ નજીકથી આરોપી હસન ઉર્ફે હનીફ કાળુભાઇ કુરેશીને જાહેરમાં મોબાઈલ ફોનમાં ક્રેક્સ એપ્લિકેશન ઉપર ઈગ્લેન્ડ તથા સાઉથ આફ્રીકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી આરોપી યાસીન ઉર્ફે બુચો ચાનીયા રહે.મોરબી શીવ સોસાયટી, કાલીકાપ્લોટ, મોરબી વાળા સાથે રનફેરનો જુગાર રમી રહેલા હસન ઉર્ફે હનીફ કાળુભાઇ કુરેશીને ઝડપી લઈ રોકડા રૂપિયા 1700 તથા મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 5500 મળી કુલ રૂપીયા 7200ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હાજર નહીં મળી આવેલા આરોપી યાસીન ઉર્ફે બુચો ચાનીયાને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

- text